સભી કો જોહાર... રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ પછી અલગ રીતે સાંસદોનું અભિવાદન કરવામાં આવ્યું, ત્યારબાદ સમગ્ર સેન્ટ્રલ હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જેમાં પીએમ મોદી, તમામ કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ અને વિપક્ષના સાંસદોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પૂરા ઉત્સાહ અને ગર્વ સાથે તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.