હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ લઠ્ઠાકાંડને લઈને બોટાદ SPએ લોકોને અપીલ કરી છે કે, જે લોકોને આંખે અંધારા આવતા હોય તેઓ સામે આવે. કોઈને ઝેરી દારુની અસરના લક્ષણ જણાય તો સામે આવે, પોલીસે ગામડાની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. જેથી તેઓની સમયસર સારવાર કરી શકાય.