અમદાવાદ શહેરના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલા એમ.આર.ટ્રાવેલ્સ મારફતે, છેલ્લાં 3 મહિનાથી બેંગ્લોરથી નશીલી દવાઓનો કફ સીરપનો જથ્થો મંગાવાય છે. થોડા દિવસ પહેલા જ પોલીસને માહિતી મળી. જેના આધારે રેડ કરી ચેક કરતા પાર્સલમાંથી મોટી સંખ્યામાં કફ સીરપનો જથ્થો મળી આવ્યો. જે એફએસએલ અને ડ્રગ્સ અધિકારીની હાજરીમાં પાંચ બોક્ષ ખોલતા તેમાંથી 592 બોટલ કફ સીરપ મળી. તેમજ વધુમાં તપાસ કરતા મુંબઈની અજન્તા લખેલા પાંચ પાંચ બોક્ષ કફ સીરપની 73 હજારના કિંમતની બોટલો કબ્જે કરવામાં આવી. બોક્ષ સાથે આવેલા બિલની તપાસમાં કરતા બિલમાં બાવળા મેડિકલ સ્ટોરનું નામ સામે આવ્યું. જે પાર્સલમાં કફ સીરપ મંગાવનાર કિરણસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.