સુરત ગ્રામ્ય પોલીસે બુટલેગરો પર લાઈવ રેડ કરી હતી. જેમાં ઉમરપાડાથી કેવડીને જોડતા રસ્તા પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા છે. તેમાં બુટલેગરોએ ઉમરપાડા પોલીસના જવાનો
પર કાર ચડાવી હતી. તેમાં સદનસીબે ઉમરપાડા પોલીસના બે જવાનનો બચાવ થયો હતો. બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા હવે અચકાતા નથી. હાલ તો ઉમરપાડા પોલીસે
વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પણ પોલીસને હવે બેફામ થયેલા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
સદનસીબે ઉમરપાડા પોલીસના બે જવાનનો થયો બચાવ
ઉલ્લેખનીય છે કે ઉમરપાડા પોલીસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં બાતમીવાળી કાર પસાર થતા જ પોલીસે પીછો કર્યો હતો. તેમાં બુટલેગર પોતાની કાર શરદા ગામ નજીક
મૂકી ભાગી ગયો હતો. તેમજ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. ઘટના એવી છે કે સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂ આવી
રહ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
ઉમરપાડાથી કેવડીને જોડતા રસ્તા પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
એક કાર પસાર થતા જ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગરે કાર પૂરઝડપે હંકારી દીધી હતી. આ સમયે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે કારને ઝડપી લેવા
અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો, તો બીજી તરફ કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. જેમાં સદનસીબે બંને
જવાનો બચી ગયા હતા. પણ બાઈકને નુકસાન પહોચ્યું હતું, બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો.