સમગ્ર રાજ્યમાં ગણેશ પ્રતિમા આસ્થા અને ઉત્સાહભેર સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્લાસ્ટર ઓફ પેરિસથી બનતી ગણેશ પ્રતિમા પર્યાવરણ માટે નુકશાન કારક છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામના ગણેશ ભક્તોએ એક હજાર રૂપિયાના ખર્ચે ચાર કિલો મગફળીનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવ્યા હતા. મગફળીમાંથી બનાવવામાં આવેલા ગણપતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.