PM નરેન્દ્ર મોદીએ 5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કર્યું. એવો અંદાજ છે કે વર્ષ 2023 સુધીમાં સમગ્ર દેશમાં લોકો 5Gનો લાભ લેવાનું શરૂ કરી દેશે. લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ફાયદા જણાવ્યા. આ સાથે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવનું નામ લીધા વગર
ટોણા માર્યા હતા. છ વર્ષ પહેલા જ્યારે દેશમાં 4G લોન્ચ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ડેટા અને લોટને લઈને ઘણી બબાલ થઈ હતી. લાલુ યાદવે ગૃહથી લઈને સોશિયલ મીડિયા સુધી ખૂબ મજાક ઉડાવી હતી.