આણંદના તારાપુરમાં એક યુવકનું ગરબે રમતા-રમતા હાર્ટએટેક આવતા મોત થયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકો તેની ખૂબ ચર્ચા કરી રહ્યા હતા. આ સિવાય મુંબઇમાં પણ નવરાત્રીમાં ગરબે રમતા-રમતા ત્રણ યુવાનોના અલગ-અલગ વિસ્તારમાં મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. ગરબે ઘૂમતા યુવાનોના અચાનક ઢળી પડવાથી મોત થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એવું તે શું થાય છે કે ગરબે રમતા યુવાનોનો મોત થઇ રહ્યા છે? શું કારણો હોઇ શકે કે ગરબા રમતા યુવાનોનો મોત થાય છે.