ગીરસોમનાથમાં કિશોરી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કિશોરીની તેના પિતા અને પિતાના મોટા ભાઈએ હત્યા કરી હતી. તેમજ કિશોરીને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક
વિધિ કરી હતી. તેમાં કિશોરીને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી. તથા કિશોરી પર સતત સાત દિવસ સુધી અત્યાચાર કરાયો હતો. તેમજ કિશોરીના નાનાએ ફરિયાદ નોંધાવી છે.