ગુડ્ઝ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત : 30 જેટલા વેગન્સ પાટા પરથી ઉતરી ગયા

Sandesh 2022-10-23

Views 242

રવિવારે ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના રમવા સ્ટેશનની પાસે એક માલગાડી પાટા પરતી ઊતરી જતાં લગભગ સાતથી આઠ કલાક માટે દિલ્હી અને હાવરા વચ્ચેનો રેલ ટ્રાફિક ઠપ થઇ ગયો હતો. અહેવાલો અનુસાર માલગાડીના લગભગ 30 જેટલા વેગન્સ પાટા પરથી ઊથલી ગયા હતા તેને ફરીથી પાટા પર ચડાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. રેલ વ્યવહાર ઠપ થતાં વંદે ભારત સહિતની અગ્રણી ટ્રેન્સ સાતથી આઠ કલાક મોડી પડી હતી. ગાડી પાટા પરથી ઊતરી ગઇ હોવાના કારણે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું હતું જેને પગલે પ્રયાગરાજ અને કાનપુરની તરફથી આવતી તમામ ટ્રેનને રોકી દેવી પડી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS