અમદાવાદના ઘાટલોડિયામાં ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ પાડી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘાટલોડિયામાં નામચીન બુટલેગર ગણેશ ઉર્ફે ગણીયો સોલંકીને ત્યાં રેડ કરી હતી. બુટલેગર દારૂનો જથ્થો કટિંગ કરી અન્ય બુટલેગરને આપવાનો હતો એ સમયે ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી ગણેશ અને તેના બે દીકરા સહિત છની ધરપકડ કરી હતી. પોલીસે 86 બોટલ દારૂ, 20 બિયરના ટીન સહિત રૂ.5.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.