ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (18 નવેમ્બર) વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની નિરાશાને ભૂલીને નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે.
પ્રથમ T20 મેચમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. ઓછામાં ઓછા ચાર ખેલાડીઓ ઓપનિંગ સ્લોટ માટે પોતાનો દાવો રજૂ કરતા જોવા મળે છે. ઈશાન કિશન પ્રથમ પસંદગી બની શકે છે. જ્યારે શુભમન ગિલ, દીપક હુડા, ઋષભ પંત અને સંજુ સેમસનમાંથી કોઈપણ એકને બીજા ઓપનર તરીકે મોકલી શકાય છે.