ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ગયો છે. મોરબીમાં ત્રણ મુખ્યમંત્રીઓનો એકસાથે પ્રચાર કરશે. દાદા, મામા અને યોગીની મોરબીમાં પ્રચંડ સભાઓ આજે યોજાશે. 14 કલાકમાં ભાજપના 36 નેતાઓ પ્રચાર કરશે.
પહેલા ચરણ માટે ભાજપનું શક્તિ પ્રદર્શન. 89 બેઠકો પર નેતાઓની સભા અને રેલીઓ યોજાશે. પાંચ CM, બે Dy.CM, અને કેન્દ્રીય મંત્રીઓનો પ્રચાર. 36 નેતાઓની ત્રણથી ચાર સભાઓ એક જ દિવસમાં છે. મહારાષ્ટ્ર અને યુપીના નાયબ મુખ્યમંત્રીઓ પણ સભા ગજવશે. નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર અને વી કે સિંઘ કરશે પ્રચાર .