મહારાષ્ટ્રમાં આજે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે જ્યારે એક કાર વધુ ઝડપે બીજા વાહન સાથે અથડાઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી વિસ્તારની છે, જ્યાં એક કારે સામેથી બીજા વાહનને ટક્કર મારી હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને વાહનોની સ્પીડ વધુ હોવાનું જણાવાયું હતું. હાલ પોલીસ ઘટનાસ્થળે હાજર છે.