કોંગ્રેસ દ્વારા કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલી જન આશીર્વાદ સભામાં ઉપસ્થિત અશોક ગહેલોતે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મોરબી કાંડમાં ૧૩૪ લોકોના જીવ ગયા છે. તેમાં માત્ર લીપાપોતી જ કરવામાં આવી છે. મોરબી દુર્ઘટનાના પીડિતો અંગે ભાજપનું મૌન ધારણ કરી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે મોરબી દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટના જજ પાસે તપાસ કરાવવી જોઈએ.