રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ યાદવનું સોમવારે સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમની પુત્રી રોહિણી આચાર્યએ લાલુને કિડની આપી હતી. માહિતી આપતા યાદવ પરિવારે જણાવ્યું કે લાલુ યાદવ અને રોહિણી આચાર્ય બંને સર્જરી બાદ હોશમાં છે. પિતા લાલુ પ્રસાદ યાદવને કિડની દાન કર્યા બાદ રોહિણી આચાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે.