રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ચીને મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે, અમે યુક્રેન સંકટને લઈને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યા છીએ. ચીન આ સિદ્ધાંત પર આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે આ યુદ્ધમાં આગમાં ઘી હોમવાનું કામ નથી કરતા.ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ યુક્રેન-રશિયા યુદ્ધ પર તેમના દેશની સ્થિતિનો બચાવ કર્યો હતો અને સંકેત આપ્યો હતો કે ચીન આગામી વર્ષમાં રશિયા સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.