ગ્રેટર નોઈડામાં આવેલા એક બ્યૂટીપાર્લરમાં નોકરી કરતી યુવતીને તે પાર્લરના માલિકે જાહેરમાં માર માર્યો હતો દોઢ મહિના સુધી નોકરી કર્યાબાદ આ યુવતીને પગાર નહોતો આપ્યો યુવતીની સતત પગારની માગ બાદ પાર્લરના માલિકે તેને શનિવારે હિસાબ કરીને લઈ જવા બોલાવીહતી પગાર લેવા પાર્લર પહોંચેલી યુવતીને ત્રણેક લોકોએ ભેગા થઈને માર માર્યો હતો જાહેરમાં જ આ યુવતીને લાતો અને ધોકાનો માર માર્યોહતો પોલીસે યુવતીની જે તે સમયે ફરિયાદ લેવાના બદલે આરોપીઓનો પક્ષ લીધો હતો જો કે વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ પણ સફાળીજાગી હતીને યુવતીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી યુવતીએ કરેલા આક્ષેપ મુજબ આરોપીઓએ તેને પાર્લરની કેબિનમાંબંધ કરીને તેના પર બળાત્કાર કરવાની પણ કોશિશ કરી હતી તપાસ કરનાર પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ હજુ સુધી પકડાયા નથી પોલીસપણ તેમને વહેલામાં વહેલી તકે દબોચી લેવા મક્કમ છે