રાજકોટ: રાજકોટમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે રાજકોટ જેલમાંથી હત્યાના કેદીએ ફોન કરી વ્યાજ માટે ધમકી આપ્યાની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે મોરબી રોડ વેલનાથપરામા રહેતા ઋષિ ઠાકરે જેલમાં રહેલા ભીસ્તીવાડના રીયાઝ દલ, શાહરૂખ સીરાજ ઝુણેજા અને પોપટપરામાં રહેતા શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા સામે ફરિયાદ નોંધાવી છેબીમાર પિતાની સારવાર માટે વ્યાજે લીધેલા દોઢ લાખના 7 લાખ, 210 લાખ સામે 365 લાખ ચૂકવ્યા છતાં વધુ વ્યાજના રૂપિયા માંગી હેરાન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદી તેની પત્ની, પુત્ર અને સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેલમાં ફોન, પાન, મસાલા સાથેના દડાના ઘા રિયાઝ દલ માટે કરવામાં આવતા હોવાની શક્યતા છે