વડોદરા: વડોદરા શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઇદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શહેર ખતીબે નમાઝ અદા કરાવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદની નમાઝમાં જોડાયા હતા નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એક-બીજાને ભેટીને ઇદની શુભેચ્છા પાઠવી હતી