વડોદરા: આજે વિશ્વના 117 દેશ સાથે વડોદરા શહેર-જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વહેલી સવારે સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ સાધના કરી હતી આ સાથે શહેર-જિલ્લામાં 1800 જગ્યાએ યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી આપણા પ્રધાનમંત્રી યોગી છે એ સહુ માટે ખૂબ મોટા ગૌરવની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમની નિષ્ઠાથી આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવે છે