છોટાઉદેપુરઃ છોટાઉદેપુર પથંકમાં ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઇ ગયા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે સવારે 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે એક યુવાન કાંસમાં ડૂબ્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ ડૂબી રહેલા યુવાનને બચાવી લીધો હતો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી થઇ ગયું છે કવાંટની બજારો નદીઓની જેમ પાણીથી છલકાઇ ગઇ હતી જેને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા સહિતના અધિકારીઓ કવાંટ દોડી ગયા હતા અને વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી