રાજકોટઃ રંગીલા રાજકોટમાં આજે હાફ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન અને રાજકોટ મહાનગરપાલિકા સહિત પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેને સવન મેરેથોન નામ આપવામાં આવ્યું છે મેરેથોન ત્રણ કેટેગરીમાં રાખવામાં આવી છે જેમાં સવારે 6 વાગ્યે 21 કિલોમીટરની દોડના સ્પર્ધકોને લીલીઝંડી આપવામાં આવી હતી 615 વાગ્યે 10 કિમીના સ્પર્ધકોને અને 630 વાગ્યે 5 કિમીના સ્પર્ધકોને લીલીઝંડી આપવામાં આવી હતી આ સિવાય 900થી વધુ દિવ્યાંગ સ્પર્ધકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્રણેય કેટગરી મળી કુલ 35 હજાક સ્પર્ધકોએ 93 ડિગ્રી કડકડતી ઠંડીમાં દોડ લગાવી હતી મેરેથોનમાં ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ જોડાયા હતા