રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા, ગિરનાર પર 7 ડિગ્રી તાપમાનમાં 1488 સ્પર્ધકોએ દોડ લગાવી

DivyaBhaskar 2020-01-05

Views 1.3K

જૂનાગઢ: ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત 35મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2019-20 આજે રવિવારે સવારે 6:30 કલાકે સાંસ્કૃતિક મંચ, મહંત મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી મેયર ધીરૂભાઇ ગોહિલના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી આજે ગિરનાર પર 7 ડિગ્રી તાપમાનમાં 1488 સ્પર્ધકોએ દોડ લગાવી હતી ગિરનારની સ્પર્ધા માટે સવારે 7 કલાકે પ્રથમ સ્પર્ધા ભાઇઓથી શરૂ થઇ હતી તેમજ બીજા તબક્કામાં સવારે 9 કલાકે બહેનોની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS