ચીનના ગુઆંગ્સી ઝુઆંગ પ્રાંતમાં આવેલા લિયુઝોની સડક પર થયેલો શોકિંગ અકસ્માત અને મહિલાનો તેમાંથી થયેલો ચમત્કારિક બચાવ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયોહતો 6 જાન્યુઆરીની આ ઘટનામાં જોઈ શકાય છે કે ટૂ-વ્હિલર લઈને જઈ રહેલી મહિલા અચાનક જ સ્લિપ ખાઈને નીચે પટકાય છે પાછળ આવી રહેલી કારનો ચાલક પણ કંઈસમજે તે પહેલાં જ આખી કાર તેના પરથી પસાર થઈ જાય છે અકસ્માત થતાં જ કારચાલકે પણ તરત જ કારને ઊભી રાખી દીધી હતી જેના કારણે મહિલા પણ કારની નીચેફસાઈ ગઈ હતી અકસ્માત જોઈને તરત જ ત્યાં હાજર 30 કરતાં પણ વધુ લોકો તેની મદદે ધસી આવ્યા હતા આખી કારને ઊંચી કરીને તેમણે મહિલાને બહાર નીકાળીને તેનેદવાખાને દાખલ કરી હતી સદનસીબે અકસ્માતનો ભોગ બનનાર મહિલાને વધુ ગંભીર ઈજાઓ નહોતી થઈ