આબૂ રોડ/ અમીરગઢ: રાજસ્થાનના આબૂ રોડમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં વન વે રોડ કરાતા અન્ય સાઈડના વાહનો માનપુર પૂલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેની સામેથી આવતી એક કાળા કલરની એસયુવી કારે જીપને ટક્કર મારી હતી એસયુવીની ટક્કર એટલી ખતરનાક હતી કે જીપ ઉછળીને પલટી ગઈ હતી જ્યારે એસયુવી કાર રોડના ડિવાઈડરને ટક્કરાઈને ઊભી રહી ગઈ હતી આ અકસ્માતમાં 6એક લોકોને ઈજા થઈ હતી