અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને તેમના ભારત પ્રથમ પ્રવાસ અંગે ઉત્સાહમાં છે ખાસ કરીને ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં લાખો લોકો એકઠા થશે આ વાત ટ્રમ્પે પોતે વ્હાઈટ હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહી હતી ટ્રમ્પે 24-25 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે વેપાર સમજૂતી થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી ઉત્સાહિત ટ્રમ્પે જણાવ્યું કે, મારું અભિવાદન કરવા માટે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 50 લાખથી 70 લાખ લોકો આવશે એવું મોદીએ મને જણાવ્યું છે