આણંદ જિલ્લામાં અષાઢે મેઘો અનરાધાર વરસ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદે આણંદમાં ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો અનેક રસ્તાઓ તળાવ બન્યાં છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મેઘો એવો વરસ્યો કે કેટલાક શહેરો જળમગ્ન થયાં. માત્ર શહેરો જ નહીં અનેક ગામડાઓએ પણ જળસમાધી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં. તો અનેક ખેતરો બેટમાં ફેરવાયા. ભારે વરસાદથી જિંદગીઓ પણ તણાવા લાગી. ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાતા એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું. તો અનેક પશુઓ પણ તણાયા.