ભારત-પાકિસ્તાનની જર્સી થઇ લોન્ચ, જાણો કોની છે બેસ્ટ?

Sandesh 2022-09-19

Views 474

તાજેતરમાં bcci દ્વારા ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડ કપની શરૂઆત કરશે. આગામી મહિનાની 16 તારીખથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ તૈયારી કરી રહી છે. આ પહેલાના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી સંપૂર્ણપણે નેવી બ્લુ હતી
ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ પાર્ટનર 'MPL સ્પોર્ટ્સ' દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી. આ વખતે જર્સીનો રંગ સ્કાય બ્લ્યૂ છે. આ સાથે ખભાની બાજુએ ડાર્ક બ્લ્યૂ કલરનો સમાવેશ કરાયો છે. ખાસ વાત એ છે કે હવે ટી20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો રંગ પણ એવો જ રહેશે. લોન્ચ કરવામાં આવેલી નવી જર્સીમાં ત્રણ સ્ટાર્સ છે. વાસ્તવમાં, આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત જીતવાની નિશાની છે.
ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2013માં આઈસીસીનો ખિતાબ જીત્યો હતો. બીસીસીઆઈએ નવી જર્સી વિશે ટ્વીટ કર્યું કે, 'આ દરેક ક્રિકેટ ફેન્સ માટે, આ તમારા માટે છે નવી T20 જર્સી- વન બ્લુ જર્સી. ગયા અઠવાડિયે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. એશિયા કપની હારમાંથી બોધપાઠ લઈને BCCIએ હાર્દિક પંડ્યા સહિત પાંચ ફાસ્ટ બોલરોને ટીમમાં સ્થાન આપ્યું છે. ગઈ કાલે પાકિસ્તાન દ્વારા પણ જર્સી લોન્ચ કરવામાં આવી છે. બાબર આઝમના જર્સી સાથેના ફોટોને લોકો તળબુચ સાથે સરખાવીને ટ્રોલ કરી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS