આજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વંદેભારત ટ્રેનમાં એરપ્લેન કરતા સો ગણો ઓછો અવાજ આવે છે. કોઈ પણ પ્લેનનો ટેકઓફ સમયે અવાજ 140 ડેસીબલ જેટલો હોય છે જયારે વંદે ભારત ટ્રેનની અંદર 72.8 ડેસીબલ જેટલો અવાજ આવે છે, ત્યારે સવાલ એ થાય કે અહી સો ગણો તફાવત કેવી રીતે આવ્યો ? ચાલો જાણીએ ................
ડેસીબલ અવાજની તીવ્રતા માપવાનો એકમ છે. વાહનોમાં ધ્વનિ પ્રદૂષણનો સ્ત્રોત ત્રણ જગ્યાએથી આવે છે, જેમાં ટાયરનું દબાણ, હવા કેવી રીતે વાહનના સંપર્કમાં આવે છે અને પાવર ટ્રાન્સફર સિસ્ટમ, જેમાં એન્જિન, એક્ઝોસ્ટ સિસ્ટમ અને એર બ્લોઅરનો સમાવેશ થાય છે. વાહન જેટલી ઝડપે જઈ રહ્યું હોય અવાજ તેટલો વધારે હોય. અવાજની તીવ્રતામાં એવું પણ નથી હોતું કે ૩૦ ડેસીબલ આવાજ 10 ડેસીબલ કરતા 20 ગણો વધારો હોય. અહી જેમ ડેસીબલ વધતા જાય તેમ તીવાર્તા વધે છે અને આલગ રીતે ગણતરી કરવી પડે. ડેસીબલ નંબર પરથી ગણવામાં આવતો નથી. માટે પ્લેનના અવાજના ડેસીબલ વંદે ભારત ટ્રેન વચ્ચે કરતા અડધા હોવા છતાં પ્લેનો અવાજ સો ગણો વધારે હોય છે.