કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓએ ભાડજ ખાતે એસપી.રીંગ રોડ પર 73 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું.