બે વર્ષ બાદ ગરબા રમવાના સ્વપ્નમાં વરસાદ આફત

Sandesh 2022-09-26

Views 907

વરસાદ નવરાત્રિ બગાડે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે.

ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહે તેવું અનુમાન હવામાન વ્યક્ત કર્યું છે તો અમદાવાદમાં એક દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

બે વર્ષ બાદ ગરબા રમવાના સ્વપ્નમાં વરસાદ આફત

ઉલ્લેખનીય છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ રહેવાની અસર આગાહી હવામાને આપી છે. તેમાં ડાંગ, તાપી, આહવા, સુરત, નવસારી, વલસાડ,

મોરબી, ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ સહિત વરસાદ ત્રણ દિવસ રહેશે. અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદી વિઘ્ન જોવા મળ્યુ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં

વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઈસનપુર, મણિનગર, વસ્ત્રાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નોરતાના પ્રથમ દિવસે વરસાદથી

ખેલૈયાઓ સહિત આયોજકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

ખેલૈયાઓ સહિત આયોજકોમાં ચિંતા વ્યાપી ગઇ

પાટણમાં પ્રથમ નવરાત્રિએ વરસાદનું આગમન થયુ છે. જેમાં પાટણ શહેરમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયુ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થઇ છે. નવરાત્રિના

પ્રથમ નોરતામાં વરસાદ પડતાં ખેલયા ચિંતિત થયા છે. બે વર્ષ બાદ ખુલીને ગરબા રમવાના સ્વપ્નમાં વરસાદ આફત બન્યો છે. જેમાં પાર્ટીપ્લોટના આયોજકો પણ વરસાદને લઈ ચિંતિત

થયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS