માણસાના સમોમાં કેન્દ્રીય ગૃહ મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં સમો પ્રાથમિક શાળામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે અમિત શાહે કાફલો રોકી લોકોનો
આવકાર જીલ્યો હતો.
સભામાં અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતુ કે સમોના 12 જુવાનિયા દેશ માટે શહીદ થયા હતા. અનામી શહીદોના સ્મારકો નરેન્દ્ર મોદીજી બનાવી રહ્યા છે. તથા અમૃત મહોત્સવ
અંતર્ગત શહીદ સ્મારકો બની રહ્યા છે. હું માણસામાં જન્મેલો અને અહીં જ મોટો થયો છુ. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીએ આ શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. સમોના 12 જવાને આઝાદી અપાવવા
ફાંસીએ ચડ્યા હતા. જેમાં શહીદ સ્મારક અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા આવીશ. તેમાં આજે 20 વર્ષ પછી સમો આવ્યો છું.