PM મોદીની સામે BJPના વખાણ કરતી નાની બાળકીનો વીડિયો વાયરલ

Sandesh 2022-11-22

Views 470

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. આવી સ્થિતિમાં દરેક પાર્ટી આ ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં ગઇકાલ સાંજથી ઈન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો છે, જેમાં એક નાની છોકરી વડાપ્રધાન મોદી સાથે ભાજપ માટે પ્રચાર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નાનકડી ગુજરાતી ભાષામાં ભાજપનું સમર્થન કરી રહી છે. હવે આ વીડિયોને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે નાનકડી બાળકી ભાજપનો દુપટ્ટો લટકાયેલો છે. આ નાની બાળકી વીડિયોમાં કહે છે, 'BJP અમને બચાવશે, BJP ફરી આવશે'. આ સાથે આ વીડિયોમાં યુવતીએ અયોધ્યામાં રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તમામ મુદ્દાઓ પર ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી છે. જ્યારે આ છોકરી બોલી રહી હતી ત્યારે પીએમ મોદી પણ આ છોકરીની વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ભાષણ સાંભળ્યા બાદ વડાપ્રધાન મોદીએ પણ બાળકીના વખાણ કર્યા અને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS